લોહીની ઉણપ, ખરતા વાળ, ગંજાપણું જેવા અનેક રોગો માટે રામબાણ ઇલાજ છે બીટ, જાણો બીટના ફાયદાઓ અને ઉપયોગ

મૂળા-ગાજરની જેમ જ બીટ પણ એક જડવાળી શાકભાજી છે. યૂરોપ, અમેરિકા અને ક્યૂબામાં આ ખૂબ પ્રસિદ્ધ છે અને શાક બનાવવામાં પ્રયોગમાં લાવવામાં આવે છે. આપણા દેશ ભારતમાં પણ બીટનું ઉત્પાદન મોટા પાયે થાય છે. યૂરોપીય દેશોમાં એનો ઉપયોગ ખાંડ બનાવવા માટે પણ કરવામાં આવે છે. શાક બનાવીને ખાવું સામાન્ય રીતે જોવા મળે છે. આપણા દેશમાં પણ દિવસે-દિવસે એનો પ્રયોગ વધતો જઈ રહ્યો છે.

Bit na fayda ane rit, bit nu jyus pivathi thata fayda, bit na gharelu upay, bit ke fayade, bit ke salad khane se ye labh hoga, bit ke gharelu upchar,


પરિચય

બીટનો છોડ પણ મૂળા, શલજમ તથા ગાજરની જેમ જ હોય છે અને પાંદડાઓ પણ એ જ પ્રકારના હોય છે. પરંતુ એની જડ ગાજર અને મૂળાથી અલગ ગોળ તથા મોટી હોય છે. આ બે રંગોમાં જોવા મળે છે લાલ અને સફેદ. લાલ બીટનો જ્યૂસ રક્તના રંગ જેવો હોય છે.

ગુણ

બીટ સ્વાસ્થ્ય માટે વિશેષ ફાયદાકારક છે. જો કે, એમાં ખાંડની માત્રા વધારે હોય છે અને શેરડીની ખાંડથી સસ્તી મળે છે તથા શરીરમાં ગરમી જાળવી રાખવા માટે વિશેષ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ એની ખાંડ માનવ-હૃદય માટે સારી નથી.

આયુર્વેદાચાર્યોનો મત છે કે, બીટ ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ, એના ખાવાથી ઊંડા ઘા પણ ભારઈ જાય છે. આ શરીરમાં રક્તની કમીને દૂર કરે છે. સફેદ બીટના બદલે લાલ બીટનું ઉત્પાદન વધારે થાય છે અને સામાન્ય રીતે આ વધારે શક્તિશાળી હોય છે.

ઉપયોગ

બીટનું શાક બનાવીને પણ ખાવામાં આવે છે, જે અનેક લાભ । પહોંચાડે છે. બીટનું સલાડ બનાવીને ભોજનની સાથે ખવાય છે. સફેદ બીટને બદલે લાલ બીટ સામાન્ય રીતે વધારે શક્તિવર્ધક હોય છે. સફેદ બીટ લાલની અપેક્ષાએ વધારે મુલાયમ હોય છે. સાથે જ વધારે ઉપયોગી પણ.

રાસાયણિક વિશ્લેષણ

જ્યારે આપણે બીટમાં ખનિજ પદાર્થોનું વિશ્લેષણ કરીએ છીએ, ત્યારે નિમ્નાંતિ રસાયણ બીટમાં જોવા મળે છે :

પ્રોટીન ૧૦.૭ ટકા, કાર્બોહાઇડ્રેટ ૧૩.૬ ટકા, ચૂનો .૨૦ ટકા, ફૉસ્ફોરસ - ટકા, ખનિજ .૮ ટકા, પાણી ૮૨.૮ ટકા, આયરન ૧ મિ.ગ્રા. પ્રતિ ૧૦૦ ગ્રામ વિટામિન એ ખૂબ ઓછું, વિટામિન બી ૧૭ આયરન યૂરેનિયમ, વિટામિન સી ૮૮ મિ.ગ્રા.

ઘરેલૂ ઇલાજ

બીટના પાંદડાઓને થોડા ગરમ કરીને એનો રસ કાઢી લો. કાન-દર્દમાં બે બૂંદ આ રસને નાખો. તુરંત લાભ મળશે.

પથરી ગૂર્દામાં હોય કે પિત્તની થેલીમાં, જ્યારે તે એક સ્થાન ૫૨ હલે છે, ત્યારે રોગીને અપાર કષ્ટનો સામનો કરવો પડે છે. આ રોગને બીટથી દૂર કરવા માટે થોડા પાણીમાં બીટને ઉકાળો અને ઉકળવા પર એ પાણીમાં બીટને પૂરી રીતે મસળીને મિલાવી દો. ઠંડું થવા પર એને દિવસમાં ત્રણ વાર સવાર, બપોર અને સાંજે પીવું જોઈએ. એક સપ્તાહ નિયમિત એને પીવાથી પથરી તૂટીને પેશાબ દ્વારા બહાર નિકળી જશે.

આયુર્વેદમાં ‘રક્તની કમી’ને પાંડુ રોગ કહેવામાં આવ્યો છે. શરીરમાં રક્તની કમીથી શરીર કમજોર થઈ જાય છે. શરીરમાં ઠેસ વાગવાથી અથવા કોઈ અન્ય કારણથી શરીરમાં રક્તની કમી થઈ શકે છે. સ્રીઓને વધારે રક્તસ્રાવને કારણે પણ આ રોગ થઈ શકે છે. ઇન્જેક્શન લગાવવા કે દવાઓ ખાવાથી રક્ત દૂષિત પણ થઈ શ કે છે અથવા શરીરમાં લૌહની કમી આવી જવાથી પણ રક્ત ઠીકથી નથી બનતું. બીટમાં લૌહની પ્રચુર માત્રા હોવાથી આ શરીરમાં રક્ત બનાવવામાં ખૂબ સહાયક હોય છે. જો કોઈ વ્યક્તિ નિયમિત રૂપથી બીટને સલાડના રૂપમાં ખાય છે, તો એક મહીનાની અંદર જ આ

રોગથી નિદાન મેળવી શકાય છે. બીટના સલાડ પર લીંબ રસ છાંટીને આ વધારે શક્તિવર્ધક થઈ જાય છે. વહેલી સવારે નિરાહાર ખાવાથી જલ્દી જ શરીરમાં લોહીનો સંચાર થવા લાગે છે. માસિક સ્રાવના દિવસોમાં મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી છે.

મહિલાઓમાં માસિક ધર્મપ્રાકૃતિક ક્રિયા છે. ક્યારેક-ક્યારેક કોઈ રોગ અથવા શરીરમાં રક્તની કમીને કારણે આ નિયમિત નથી થતું. સૌથી પહેલાં રક્તના વિકારો અને શરીરમાં રક્તની કમીને દૂર કરવાનો ઉપાય કરવો જોઈએ. રક્તની કમીને પૂરી કરવા માટે ઉપર બતાવ્યા અનુસાર જ ક્રિયા કરો. આ રોગથી છુટકારો મેળવવા માટે સૌથી પહેલાં બીટને પાણીમાં ઉકાળીને, એ પાણીમાં બીટને મસળી દો અને એક મિશ્રણ જેવું બનાવી લો. દિવસમાં

બે કે ત્રણ વાર એનું સેવન કરો. જલ્દી જ આ રોગથી નિદાન મળી જશે. 2 એગ્ઝમા, શરીરની ત્વચાનો રોગ છે. એમાં ખારિશ હોય છે અને ખંજવાળવાથી પાણી કાઢીને દાદને વધારે વૃદ્ધિ આપે છે. આ પીડાથી બીટ આશ્ચર્યજનક રીતે મુક્તિ અપાવે છે. બીટ અને એના પાંદડાઓનો જ્યૂસ કાઢીને પાણીથી બહાર કાઢી લો અને પાંદડાઓને બારીક પીસી લો. પીસવામાં જો પાણીની જરૂર પડે, તો એ જ પાણી લેવું જોઈએ, જે પાણીમાં પાંદડાઓને ઉકાળવામાં આવ્યા હતા.

ગંજાપણા રોગમાં બીટના કોમળ અને લીલા પાંદડાઓને લઈને થોડા પાણીમાં ઉકાળી લો. જ્યારે પાંદડાઓ ઓગળી જાય, ત્યારે પાણીથી બહાર કાઢી લો. હવે પાંદડાઓને હથેળીથી પૂરી રીતે નિચોવીને પાણી કાઢી લો અને પાંદડાઓને બારીક પીસી લો. પીસવામાં જો પાણીની જરૂર પડે તો એ જ પાણી લેવું જોઈએ, જે પાણીમાં પાંદડાઓને ઉકાળવામાં આવ્યા હતા.

આ બીટના પીસેલા પાંદડાઓમાં મહેંદીના પાંદડાઓને મિલાવીને પીસી લો અને આ પેસ્ટને માથા પર લેપ કરી દો. જ્યાં સુધી આ પૂરી રીતે સૂકાઈ ના જાય, ત્યાં સુધી લગાવી રાખો, સૂકવા પર હળવા ગરમ પાણીથી માથું ધોઈને સાફ કરી દો. જે પાણીથી માથું ધૂઓ એમાં લીંબૂ રસની કેટલીક બંદો અવશ્ય મિલાવી લો. આ ક્રિયાને પૂરા એક મહીના સુધી દોહરાવો. નિશ્ચિત જ માથાનું ગંજાપણું દૂર થઈને નવા વાળ ઉગવા લાગશે. એક મહીના આ ક્રિયાને સતત કર્યા પછી હવે સપ્તાહમાં એક વાર આ ક્રિયાને કરો. આ પ્રયોગથી રોગી ઘુઘરાળા વાળોથી સુશોભિત થઈ જશે.

ત્વચાની ખુશ્કી રોગમાં બીટનો ઉકાળો ઉપયોગ કરવાથી આ રોગથી છુટકારો મેળવી શકાય છે. ઉકાળો બનાવવાની વિધિ 

બીટને નાના-નાના ટુકડાઓમાં કાપીને પાણીમાં ઉકાળી લો. જ્યારે તેઓ મુલાયમ થઈ જાય, ત્યારે ટુકડાઓને પાણીથી કાઢીને મસળી લો. પુનઃ થોડું પાણી લઈને એમાં એને નાખીને ઉકાળો. જયારે બીટનું મિશ્રણ ગાઢ થઈ જાય, ત્યારે એને આગ પરથી ઉતારીને ઠંડું થવા દો. ઠંડા પાણીને ગરણી અથવા કપડાથી ગાળી લો. હવે ઉકાળો બનીને તૈયાર થઈ ગયો છે. દિવસનું કામ સમાપ્ત થયા પછી આ ઉકાળાથી પોતાના હાથ-પગ ધોવાથી પહેલાં જે પાણીમાં બીટના ટુકડાઓને ઉકાળવામાં આવ્યા હતા, એનાથી ધોઈ લો. ફક્ત બે દિવસ આ ક્રિયાને કરવાથી હાથ-પગોની ખુશ્કી જતી રહેશે અને ફાટવાનું બંધ જશે તેમજ ત્વચા નરમ અને મુલાયમ થઈ જશે. આ ઉકાળાથી મ્હોં પણ ધોઈ શકાય છે, બસ શત એ કે, મ્હોં ખુશ્ક હોય.

Post a Comment

Previous Post Next Post