આજના આ આધુનિક યુગમાં દરેક લોકોને ઈલેક્ટ્રોનિક વસ્તુ વાપરવાની આદર થઇ છે અને ખાસ કરીને મોબાઈલ. ઘણી વખત સતત મોબાઈલના ઉપયોગના લીધે અથવા તો કામ કરતી વખતે કમ્પ્યુટરમાં સતત જોવાથી માથાના દુખાવાની સમસ્યા ઉભી થતી હોઈ છે.
ઘણી વખત તો ઉંમર નાની હોવા છતાં પણ માથાનો દુખાવો માણસને ઘેરી લેતો હોઈ છે, આના લીધે માણસ જે કામ કરવા માંગતો હોઈ તે પણ સરખું કરી શકતો નથી અને તાણમાં વધારો થતો જાય છે. આમ આ સ્વાસ્થ્યને અને મગજને પણ ખુબ જ અસર કરે છે.
ઘણી વખત માથાના દુખાવાને દુર કરવા લોકો પેઈનકીલર લેતા હોઈ છે પરંતુ બને છે એવું કે જ્યાં સુધી આ દવાની અસર રહેશે ત્યાં સુધી જ માથાના દુઃખાવાથી રાહત રહેશે.
તો મિત્રો, આજના આ લેખમાં તમારી બધી જ સમસ્યાઓના જવાબ આપેલ છે, અહી એક એવા ઉપાય વિષે વાત કરી છે જેનાથી તરત જ ઘરે બેઠા જ માથાનો દુખાવો મટી જશે, આ સાથે એક સારી વાત એ છે કે આના માટે કોઈ પણ જાતનો ખર્ચ પણ થતો નથી અને તે શરીરને કોઈ પણ જાતની આડઅસર પણ કરશે નહિ.
તો બીજા બધામાં સમય વેડફ્યા વિના જાણીલો આ ખુબ જ આસન અને ખુબ જ કામનો ઉપાય.
આ માટે તમારે તજનો ભૂકો કરીને તેનો પાવડર કરી લેવો અને તેને પાણીમાં સરખું મિક્સ કરી લેવું. ત્યારબાદ આ પેસ્ટને માથા પર હળવા હાથે લગાવી દો, માથાનો દુખાવો તરત જ થઇ જશે દુર.
માથાના દુખાવામાં તમે ડુંગળી કાપીનેને તેની સુગંધ લેવાથી તમને આમાંથી રાહત મળે છે. માથાના દુખાવામાં રાહત મેળવવા માટે દિવસમાં એક અથવા તો બે વાર તમારા માથા પર હળવા હાથે ગાયના ઘીથી માલીશ કરવાથી માથાનો દુખાવો મટી જાય છે.
વધુ પડતી ગરમી અથવા તો લુ લાગી જવાથી અથવા તો વધારે તડકાના કારણે જો તમને માથાનો દુખાવો થતો હોઈ તો તરબૂચ અથવા તેનો રસ આ માટે ખુબ જ ગુણકારી છે.
આ સિવાય જો તમને માથાના દુખાવાના કારણે ઊંઘ ન આવતી હોઈ તો તેમાં રાહત મેળવવા માટે તમે નીલગિરીના તેલનો ઉપયોગ કરી શકો ચ્ગો, કપાળ પર આ તેલની હળવા હાથે માલીશ કરવાથી તમે માથાના દુઃખાવાથી બચી શકશો.
તમારા ઘરમાં રહેલી સુંઠ અને જાયફળનું નામ તો તમે દરેકે સાંભળ્યું જ હશે, આ બંનેના પાવડરને પાણીમાં સારી રીતે મિક્સ કરીને માથા પર લગાવવાથી તમને માથાનો દુઃખાવો મટી જશે.
આ સિવાય માથાનો દુખાવો દૂર કરવા માટે તમે આમળા અને લીમડાની છાલને ગમમ પાણીમાં નાખીને ઉકાળી લો. ત્યારબાદ તેનું સેવન કરવાથી તમને ખુબ જ રાહત મળશે.
મિત્રો અહી આપેલ ઉપાયોથી માથાનો દુખાવો તરત જ મટે છે અને જો તમે લાંબા સમય સુધી આ દરેક ઉપાય અજમાવો છો તો તમને ઉંમર વધતાની સાથે સાથે માથાના દુખાવાની સમસ્યામાં દુર થતી જશે અને તમે દવાખાનાથી દુર રહીને એક સારું અને તંદુરસ્ત જીવન જીવી શકશો.
આ ઉપરાંત યોગ એ કુદરતી ઉપાય છે જેઓ આધાશીશી અને માથાના દુઃખાવાથી પરેશાન છે તેના માટે આ એક ખુબ જ સારામાં સારો ઓપ્શન છે. ઘણા આસનો એવા છે કે જે કરવાથી તમારો માથાનો દુખાવો તરત જ મટી જશે.
આ સિવાય તણાવ જેમ બને એમ ઓછો લેવો જોઈએ, તો પણ માથાના દુખાવાની સમસ્યા રહેતી નથી.
અહી આપેલી માહિતી જો તમને ગમી હોઈ અને કામની લાગી હોઈ તો તમારા મિત્રો અને સગાવ્હાલાઓ સુધી શેર જરૂર કરજો.
નોંધ : જો તમને કોઈ બીમારી હોઈ તો પહેલા ડોક્ટરની સલાહ લેવી, આ સિવાય કોઈ પણ જાતના ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.