મિત્રો જેમ મોસમ બદલાય છે એમ ગળા સબંધિત રોગો થતા હોઈ છે, આ સિવાય ગળામાં દુખાવો અથવા તો ખરાશ રહેતી હોઈ છે. આમ ગળામાં દુખાવાના કારણે તમને તાવ આવી જતો હોઈ છે અથવા તો શરદી, બેચેની, ક્યાય ગમે નહિ તેવી ઘણી બધી સમસ્યા ઉભી થતી હોઈ છે.
જો તમે ઘરે બેઠા જ આ સમસ્યામાંથી મુક્ત થવા માંગો છો તો આ લેખ તમારા ખુબ જ કામનો છે. આજે આ લેખમાં એવા જ કેટલાક ઘરેલું ઉપાય વિષે વાત કરી છે જેનો આયુર્વેદમાં પણ ઉલ્લેખ છે, અને આ દરેક ઉપાયો ખુબ જ અસરકારક પણ છે.
સામાન્ય રીતે તો મિત્રો મીઠાના પાણીને ગળાના દુખાવા માટેના એક સૌથી સરળ અને ખુબ જ અસરકારક એવો ઘરેલું ઉપચાર તરીકે માનવામાં આવે છે, અને જો વાત કહીએ તો તેનો ઉપયોગ પણ ઘણા લાંબા સમયથી કરવામાં આવે છે. ડોકટરો પણ આ કરવાની સલાહ આપતા હોઈ છે. આ સિવાય હૂંફાળું મીઠું પાણી ગળાના દુખાવાને મટાડે છે. પરંતુ ધ્યાનમાં રાખવું કે પાણી વધારે પડતું ગરમ ન હોવું જોઈએ.
ઘરમાં વપરાતું આદુ એક સ્વાસ્થ્યનો ખજાનો છે. જો તમને ગળાની સમસ્યા હોઈ તો તમે આદુનો ઉપયોગ પણ કરી શકો છો. એક ચમચી આદુનો પાવડર ગરમ દૂધ અથવા ચા સાથે પીવાથી તમને ખુબ જ રાહત મળશે.
ઉધરસ, શરદી કે ગળામાં ખરાશ હોઈ તો તમારે થોડા દિવસ ઠંડાપીણા અને ગળી વસ્તુથી દુર રહેવું જોઈએ.
આ સાથે સાથે જ લીંબુ એ વિટામિન સીથી ભરપૂર છે આમ તે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં ખુબ જ મદદ કરી શકે છે અને આ સાથે સાથે તે તમારા ગળાના કોઈ ચેપ સામે લડવા પણ ખુબ જ ઉપયોગી છે.
મધ તેના કુદરતી ગુણધર્મોને કારણે ગળાના દુખાવામાં ખુબ જ રાહત આપી શકે છે. મધ બેક્ટેરિયાને પણ મારી નાખે છે અને તમને ખુબ જ તંદુરસ્ત રાખે છે. આમ મધ લાંબા સમયથી ગળાના દુખાવા માટેનો એક ઈલાજ છે. અને ગળાની સારવારમાં તેની અસરકારકતા સાબિત કરી છે કારણ કે તેમાં બેક્ટેરિયા વિરોધી પણ ઘણા બધા લક્ષણો છે.
તુલસીના પાન, કાચા આદુ અને ફુદીનાના પાનથી બનેલી ચા પણ ગળાના દુખાવા અને ખારાશ મટાડવામાં કામ લાગી શકશે.
આ વસ્તુ ગળાના દુઃખાવા માટે છે રામબાણ ઈલાજ...
મિત્રો હળદરએ ગળાની સમસ્યા માટે ખુબ જ કામની વસ્તુ છે. જો તમે તમારા ગળામાં ખરાશ, ગળામાં દુખાવો, ઉધરસથી પરેશાન છો તો હળદર એક રામબાણ ઈલાજ છે.
ખાસ ધ્યાનમાં રાખજો નીચે આપેલી બાબત :
હુંફાળું પાણી પીવો.
તળેલા ખોરાક અને ફાસ્ટ ફૂડને સખત રીતે ટાળવું જોઈએ.
ઠંડા પીણાથી દૂર રહો.
ગળાના દુખાવાને દૂર કરવા માટે તમે આદુની ચાનો ઉપયોગ કરી શકો છો. તે ખરેખર ઘણા લોકો માટે તેની અસરકારકતા દર્શાવે છે.
આ સાથે સાથે તમે ગરમ પાણીમાં આદુ, મધ અને ચૂનો ભેળવીને એક ઉકાળો બનાવી શકો છો અને પી શકો છો.
લીંબુ ગળાના દુખાવા માટે ઉત્તમ છે કારણ કે તે લાળને તોડવામાં ખુબ મદદ કરે છે.
હળદરનું દૂધ ગળામાં દુખાવો, શરદી અને ગળાની ખરાશ દુર કરવામાં તમને ખુબ જ કામ લાગી શકશે. તો મિત્રો મોંઘી દવાઓથી બચીને જેમ બને તેમ ઘરેલું ઉપાય કરવા જોઈએ.
નોંધ : મિત્રો જો તમે ઘરેલુ ઉપાયો અજમાવ્યા હોય અને તેઓ કામ ન કરતા હોઈ અથવા તો વધારે સમય સુધી આવી સમસ્યા હોઈ તો ડોક્ટરની અચૂક સલાહ લેવી. આ સિવાય જો તમને કોઈ રોગ હોઈ તો પણ ડોક્ટરની પહેલા સલાહ લેવી.