લાખો રૂપિયાની દવાને પણ ટક્કર આપે છે 'કડવો લીંબડો 'જાણો કડવા લીંબડાનાં ફાયદાઓ અને ઉપયોગ કરવાની સાચી રીત...

ઠંડી ઋતુમાં થયેલ પિત્તમાં અડધો તોલો લીમડાના પાંદડાનો રસ સવાર સાંજ લેવાથી આરામ મળે છે. લીમડાના પત્તાનું શરબત બનાવી પીવાથી ખાટા ઓડકાર તરત જ બંધ થાય છે. લીમડાના પત્તાને ખૂબ ઝીણા પીસી તેમાં ગોળ ભેળવી ગુમડા પર લગાવવાથી ગમે તેવું ગુમડું થયું હોય તે મટી જાય છે. શરીર પર ખંજવાળ આવતી હોય તો લીમડાના પત્તાને બાળીને તેની રાખ ખાવાના તેલમાં મેળવી શરીરે લગાવવાથી ખંજવાળ દૂર થાય છે. જૂનો ઘા હોય તેના પર લીમડાના પાંદડાની પેટીસ કરી લગાવવાથી થા દૂર થાય છે અને તેને જલદી રૂઝ આવે છે. લીમડાના રસમાં શેકેલી હિંગ અને અજમો નાંખીને પીવાથી શરીરની બળતરા દૂર થાય છે.

લાખો રૂપિયાની દવાને પણ ટક્કર આપે છે 'કડવો લીંબડો 'જાણો કડવા લીંબડાનાં ફાયદાઓ અને ઉપયોગ કરવાની સાચી રીત...

લીમડાનો વધુ ઉપયોગ જો દવા તરીકે ગણીએ તો ગરમીના સર્વ રોગોનો નાશક છે. તેના પત્તા અને તેની અંદરની છાલનું ચૂર્ણ બનાવી દિવસમાં ત્રણ-ચાર વખત લેવાથી જૂનો તાવ દૂર થાય છે. લીમડાના ચાર-પાંચ ફૂલ રાત્રે ગરમ પાણી સાથે રાત્રે સૂતી વખતે લેવાથી ઝાડો સાફ આવે છે અને કબજિયાત દૂર થાય છે.લીમડાની અંદરની છાલ તથા પાંદડા ગરમ પાણીમાં ઉકાળીને તેનો શેક કરવાથી સોજો મટે છે. લીમડાના મૂળને ખીલ પર લગાવવાથી રાહત થાય છે. લીમડાનો ઉકાળો તેલ સાથે મેળવી તેનો ઉકાળો પીવાથી ખરાબ લોહી સાફ કરે છે. ગડગુમડ પણ મટાડે છે.

ઘાના વિકાર સામે લીમડો રામબાણ સમાન અક્સિર પુરવાર થાય છે. જેમ કે, ઘા ઉપર-તાજા પડેલા ઘાને દરરોજ લીમડાના પાંદડા નાખી ઉકાળીને ઠારેલા પાણીથી ધોવાથી તેનું શોધન થતાં તે જલ્દીથી રૂઝાઈ જાય છે. જો વ્રણ-ઘા કે ગુમડું પાકી ગયું હોય પણ ફૂટતું ન હોય તો લીમડાના પાંદડા ને ઘઉંની પેટીસ બનાવીને લગાવવી.ઘા કે ગુમડામાંથી રસી-પરુ નીકળ્યા કરતું હોય તો લીમડાના પાંદડાને વાટી મધ સાથે મેળવીને લગાવવાથી સારું થઈ જાય છે.

આખા શરીરે અતિશય ખંજવાળ આવતી હોય ત્યારે લીમડાના પાંદડા નાંખી ઊકાળેલા પાણીથી સ્નાન કરવું જોઈએ. સાથે સાત-સાત પાન લીમડાના ચાવવાથી ઝડપથી ફાયદો થાય છે. શીતળાના ચાઠાના કારણે શરીરમાં બળતરા થતી હોય ત્યારે લીમડાના પાંદડા વાટી તેનો લેપ કરવાથી ઠંડક થાય છે. હાથે કે પગે પાણી ઝરતી, સખત ચળવાળી ફોડલીઓ થતી હોય ત્યારે લીમડાના પાણીથી એ જગ્યાને સાફ કરી લીમડાના બીયાંને કરંજ તેલમાં વાટી લગાવવાથી ચળ મટી જાય છે.

કોષોમાં હું કે વર્ષો જેવા કિમ હોય ત્યારે લીબોળીને વાટીને માથા પર લગાવવાથી અથવા તો ગીબોળીનું તેલ માથામાં લગાવવાથી જ વગેરે કૃષિઓનો નાશ થતાં તે દૂર થાય છે. આ શરીર ઉપર શીળસતા ચકામા ઉપસી આવતા હોય ત્યારે લીમડાના પાંદડા વાટી થી અને આમળાં સાથે ખાવા. સાથે મરીનો ભૂકો થી સાથે લસોટી ચાઠા પર લગાવવાથી ચાઠાં તરત બેસી જાય છે. કોઈ પણ પ્રકારનો ઘા જ્યારે રુઝાતો ન હોય ત્યારે લીમડાના પાંદડાં દારુ હળદર અને જેઠીમધના ચૂર્ણમાં ઘી અને મધ નાંખી મલમ જેવું બનાવી ઘા મટે નહીં ત્યાં સુધી નિયમિત રીતે લગાડવાથી ફાયદો થાય છે. નવેલો પાક્યો હોય ત્યારે લીમડાના પાંદડામાં થોડું નમક મેળવી તેને અધકચરા વાટી, ધીમા તાપે ઘીમાં શેકવા. ત્યાર બાદ પાતળું કાપડ લઈ તેમાં કલ્કને મૂકી તે પેટીશ નવેલા પર બાંધવી. 

સ્ત્રીઓને સ્તન પર થતી ગાંઠ પર લીંબોળીનું તેલ લગાવવાથી આશ્ચર્યકારક લાભ થતો જોવા મળે છે. લીંબોળીનું તેલ ગાંઠવાળા ગુમડા અને કોઢમાં પણ ફાયદાકારક પુરવાર થાય છે. બાર મહિનાના તાવરિયાથી બચવા માટે આપણે ત્યાં ચૈત્ર મહિનામાં સવારે નરણા કોઠે લીમડો પીવાનો મહિમા અતિ પ્રચલિત છે. તાવ આવે ત્યારે લીમડાની છાલના ઉકાળામાં ધાણા અને સૂંઠનું ચૂર્ણ નાંખીને આપવાથી લાભ થાય છે.

વિષમજ્વર વારે ઘડીએ ઊથલો મારતો હોય ત્યારે લીમડાના પાંદડા ચાળીસ તોલા લઈ તેમાં ત્રિકટુ અને ત્રિફળા બાર-બાર તોલા મેળવવા. લવણત્રય બાર તોલા, જવખાર અને સાબુખાર ચાર ચાર તોલા તથા અજમો વીસ તોલા મેળવીને બનાવેલા મિશ્રણમાં રોજ સવારે ઉચિત માત્રામાં ફાકી જવું, મિત્રો, આ પ્રયોગ લાભદાયી હોવા છતાં જ્વરમાં સાથે અન્ય ઔષધિયોગોનું ચિકિત્સકની સલાહ અનુસાર સેવન કરવું હિતાવહ છે.

ચારે બાજુ વિષમજવરના વાવડ હોય ત્યારે ઘરમાં લીમડાનાં પાંદડાં, ઘી અને ગુગળનો ધૂપ કરતા રહેવાથી જ્વરને ઘરમાં ઘુસતો અટકાવી શકાય છે. જે જવરમાં શરીરમાં અતિશય દાહ થતો હોય તેમાં લીમડાના પાંદડાંનો રસ ફીણયુક્ત કરીને શરીરે લગાવવાથી બળતરા ઓછી થાય છે. કમળા થયો હોય તેવી વ્યક્તિને લીમડાની અંતરછાલનો રસ કાઢી તેમાં થોડું મધ અને સૂંઠનું ચૂર્ણ મેળવીને ચટાડવું. આ ઉપરાંત લીમડાના પાંદડા અધકચરા કુટી તેનો રસ કાઢી તેમાં ખડી સાકર મેળવીને હૂંકાળું ગરમ કરી કમળાના રોગીને પીવડાવતા રહેવાથી આશ્ચર્યકારક પરિણામ જોવા મળે છે.

કોલેરા થયો હોય તો લીમડાના પાંદડાનો કવાથ પીવાથી રાહત થાય છે. આ ઉપરાંત જ્યારે ચારે બાજુ કોલેરાનો વાવડ ચાલતો હોય ત્યારે લીમડાના પાંદડાં એક તોલો લઈ તેમાં ગુંજાભાર કપૂર અને તેટલી જ હિગ મેળવીને તેની ગોળી બનાવવી. પછીથી રોજ રાત્રે સૂતી વખતે એક ગોળી છ માસા ગોળ સાથે ખાઈ જવાથી કોલેરા થવાનો ભય રહેતો નથી.

Post a Comment

Previous Post Next Post