સુંદર હોવું અને સુંદર રહેવું સહુને ગમે છે. કુદરતે બોલી સુંદરતાને દીર્ઘકાળ ટકાવી રાખવા માટે મનુષ્ય સતત ચિંતાશીલ અને પ્રયત્નશીલ હોય છે. સુંદરતા આરોગ્યમાંથી જ જન્મે છે. આથી કુદરતે તેની ચિંતાઓ દૂર કરવા, તેને નીરોગી બનાવવા અને સુંદર રાખવા માટે અનેક ઔષધિઓ – વનસ્પતિઓ આપી છે, જેમાં તુલસી પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
તુલસીમાં બે ઉત્તમ ગુણો છે – સૌંદર્યવર્ધન અને આરોગ્યવર્ધન. એ જંતુઘ્ન હોવાથી તંદુરસ્તી અને સૌંદર્ય બક્ષનાર તરીકે પ્રાચીન સમયથી કીર્તિવાન બની છે. તુલસીનું જે ધાર્મિક મહત્ત્વ છે તે આ બે ઉત્તમ ગુણોને જ આભારી છે. એનામાં સ્વાસ્થ્ય અને સૌંદર્ય પ્રદાન કરવાની અપૂર્વ શક્તિ છે.
વહેલી સવારે ઊઠીને, નાહી-ધોઈને સ્વચ્છ આસન પાથરીને તુલસીના છોડ પાસે તેની અતિ નિકટ એવી રીતે બેસો કે જેથી તેનાં પાન, માંજર તથા થડમાંથી ઝરતી ગંધ તમારા શ્વાસમાં પ્રવેશે અને તમારી સમગ્ર ચેતનાને આહ્લાદકતાથી ભરી દે. પછી ખૂબ ઊંડા ઊંડા શ્વાસ લો, પ્રાણાયામ કરો, અને શક્ય તૈટલી ગંધ શ્વાસ દ્વારા નામાં પ્રવેશવા દો. આ સુગંધિત રાસાયણિક વાયુ તમારા શરીરમાં જેટલે ઊંડે સુધી પ્રવેશે તેટલો પ્રવેશવા દો. તમારા લોહીના બુંદેબુંદમાં તુલસીની ગંધને સમાઈ જવા છે. આ દિવ્ય ગંધ તમારા લોહીને શુદ્ધ કરશે. શુદ્ધ લોકો શરીરને તેજસ્વી બનાવશે અને નવજીવન આપશે. સૌંદર્ય, સ્વાસ્થ્ય અને તેજને વધારવામાં આ ગંધ ખૂબ જ ઉત્તમ છે. તેનામાં લોહીશુદ્ધિ અને વિકાર નાશ કરવાની ખૂબ શક્તિ રહેલી છે. આથી તમારું શરીર કાંતિવાન અને ચહેરો તેજસ્વી તથા પ્રકુલ્લિત બનશે. તમારી સુંદરતામાં ખૂબ વૃદ્ધિ થશે.
શરીર પરના સફેદ ડાઘ (કોઢ) અને ચામડીના રોગો પર તુલસી પરમશ્રેષ્ઠ ગણાય છે. તુલસીનાં સૂકાં પાનને પીસીને તેનું ચૂર્ણ પાઉડરની જેમ ચહેરા પર ઘસવાથી ચહેરાની ક્રાંતિ વધે છે અને ચહેરો સુંદર દેખાય છે. ચહેરા પરના સફેદ-કાળા ડાધ આ ચૂર્ણથી મટી જાય છે.
તુલસીનાં પાન રક્તશોધક છે. રોજ તુલસીનાં થોડા પાન ચાવી જવાથી લોહી શુદ્ધ અને ચમકદાર બને છે. આથી આપોઆપ સૌંદર્યમાં વૃદ્ધિ થાય છે. વળી તુલસીનાં સૂકાં પાન બરાબર પીસી – લસોટીને તેનો ગાઢો લેપ બનાવીને ચહેરા પર લગાવવાથી ચામડીનાં છિદ્રો ખુલ્લા થાય છે. પ્રસ્વેદ વહી કચરો સહેલાઈથી નીકળી જાય છે. આથી ત્વચા સ્વચ્છ, દુર્ગંધરહિત, તેજસ્વી ને મુલાયમ બને છે. ચહેરાની કાંતિ વધે છે.
ચહેરાની સ્વાભાવિક તાજગી માટે એક તપેલીમાં પાણી લો. તેમાં અર્ધું લીંબુ નિચોવો. એક મૂઠી તુલસીનાં પાન, એક મૂઠી ફુદીનાનાં પાન નાખીને ઉકાળો. પછી નીચે ઉતારીને આ પાણીની વરાળ, વાળ ઢાંકીને માત્ર ચહેરા પર લો, તથા થોડું હૂંફાળું આ જ પાણી ચહેરા પર લગાવો.
ચહેરા પર કાળાં ટપકાં હોય તો તુલસીના પાનના રસમાં થોડો લીંબુનો રસ ઉમેરી ચહેરા પર લગાવો. સુકાઈ જાય એટલે સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ નાખો. સવાર-સાંજ નિયમિત આ પ્રયોગ કરતા રહેવાથી થોડા સમયમાં ચહેરા પરનાં કાળાં ટપકાં ડાધ દૂર થઈ ચહેરો સ્વચ્છ અને ઉજ્જ્વળ બને છે. લીંબુના રસના બદલે આદુનો રસ પણ સરખા ભાગે મેળવી શકાય. તુલસીના પાન તથા ફુદીનાનો ક્વાથ પુનાઁવન માટે બહુ ઉપયોગી છે.
ખીલ માટે પણ તુલસી અતિ ઉપયોગી છે.
તિબાના વાસણમાં ચોવીસ કલાક સુધી લીંબુનો રસ રાખી મૂકો. પછી તેમાં એટલો જ કાળી તુલસીનો રસ તથા કાળી કાઁદી નો રસ નાખો. તડકામાં સૂકવીને ગાઢો કરો. આ લેપ ચહેરા પર લગાવો. ધીમે ધીમે ચહેરો સાફ, ચમકદાર અને સુંદર બનશે.
Tags:
આયુર્વેદ