જાણો,પાવાગઢ અને ગિરનાર રોપ-વે ની લંબાઈ અને ટિકિટ દર.

જૂનાગઢવાસીઓનું વર્ષો જૂનું સ્વપ્ન હતું કે ગિરનાર માં રોપ-વે ની યોજના સાકાર થાય. રોપવે બને તો લોકો રોપવે મારફત યાત્રા કરાવી પુણ્ય કમાઇ શકે. પરંતુ ટિકિટ ના ભાવ સાંભળીને જૂનાગઢવાસીને લાગી રહ્યું છે કે તેમનું સ્વપ્ન તૂટી ગયું છે. રોપવેની ટિકિટના ભાવ આસમાને પહોંચ્યા છે. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે.

ઉષા બ્રેકો કંપની ટિકિટ માં ભાવ ઘટાડે તેવી લોકો ની માંગ છે.તથા પાવાગઢમાં રોપ-વે નું સંચાલન પણ આજ કંપની કરે છે. પાવાગઢમાં રોપ-વે ની લંબાઈ 736 મિટર છે અને તેનું ભાડું 142 રૂપિયા છે, જેની સામે ગિરનાર રોપવેની લંબાઇ ત્રણ ગણી 2320 મીટર છે, પરંતુ ટિકિટના દર 830 રૂપિયા છે. પાવાગઢ કરતાં 6 ગણું ભાડું વસૂલવામાં આવી રહ્યું છે.

પાવગઢની લંબાઈ પ્રમાણે 447 જેટલો ભાવ હોવો જોઈએ
ગિરનાર રોપવે અને પાવાગઢ રોપવેની સરખામણીએ ગિરનાર રોપ-વે ની લંબાઈ વધારે છે, પાવાગઢ રોપવે શરૂ થયો ત્યારે માત્ર 9 રૂપિયા ટિકિટ હતી. અત્યારે જે પાવાગઢ રોપવેના ટિકિટના ભાવ છે. એ હિસાબે ગિરનાર રોપવેની ટિકિટના ભાવ 447 રૂપિયા હોવા જોઇએ. હાલ 706 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. 14 નવેમ્બર પછી સામાન્ય ટિકિટના 826 રૂપિયા વસૂલવામાં આવશે.

જૂનાગઢના લોકો ને એક વર્ષ માટે રાહત આપવામાં આવશે.

ગિરનાર રોપ-વે ટિકિટના ભાવ મામલે લોકોમાં ભારે ગણગણાટ થઇ રહ્યો છે એક બિઝનેસમેન તરીકે મારું માનવું છે કે ઉષા બ્રેકો કંપનીએ વ્યવહારિક અને વાજબી ભાવ રાખવો જોઈએ. જેમ જૂનાગઢના લોકોને 1 વર્ષ માટે ટિકિટના ભાવમાં રાહત આપવી જોઈએ તે જ રીતે સીનિયર સિટિજન ને પણ રાહત આપવી જોઈએ. આ રોપ-વે પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ પર તૈયાર નથી થયો, ઇમોશનલ બેકગ્રાઉન્ડ માટે પણ તૈયાર થયો છે.

જુનાગઢવાસીઓ માટે રોપ-વે ના ભાવ 150 રૂપિયા રાખવા જોઈએ.
હાઇવે પરના ટોલનાકામાં આજુબાજુનાં ગામોને ટોલમાંથી મુક્તિ હોય છે. ત્યારે ફ્રી નહીં, પરંતુ વાજબી ભાવ રાખે એ જરૂરી છે. તેજ રીતે ઉષા બ્રેકો કંપનીએ જૂનાગઢવાસીઓ માટે, સિનિયર સિટિઝનો માટે તેમજ દિવ્યાંગો માટે 150 રૂપિયા ટિકિટ રાખવી જોઇએ. .જો ટેક્સ સાથે 826 રૂપિયા ટિકિટ થાય તો મહેમાનોને તો ઠીક પરિવારના સભ્યોને પણ રોપવેમાં લઇ જવું સામાન્ય લોકો માટે અશક્ય બનશે.  

Post a Comment

Previous Post Next Post