વાત પિત્ત કફનું ગણિત સમજી જશો તો જિંદગીમાં ક્યારેય બીમાર નહીં પડો, ત્રણ દોષનાં લક્ષણો અને ઉપાયો

 આયુર્વેદની દૃષ્ટિએ આપણું શરીર સ્વાસ્થ્ય મુખ્ય ત્રણ બાબતો પર આધાર રાખે છેઃ ૧. કફ, ૨. વાત અને ૩. પિત્ત. આ ત્રણ દોષનું સમતોલપણું આપણને સુંદર તંદુરસ્તીની ભેટ ધરે છે, પરંતુ આ દોષમાંથી ગમે તે દોષની વિષમ સ્થિતિ શરીરમાં વિકટ પરિસ્થિતિનું નિર્માણ કરે છે.

વાત પિત્ત કફનું ગણિત સમજી જશો તો જિંદગીમાં ક્યારેય બીમાર નહીં પડો, ત્રણ દોષનાં લક્ષણો અને ઉપાયો

કફ દોષઃ


આયુર્વેદની દૃષ્ટિએ કફ, વાત અને પિત્ત કે જે વાયુ તત્ત્વ, અગ્નિ તત્ત્વ અને જળ તત્ત્વના સ્વરૂપે શરીરમાં રહેલા છે, તે પ્રાકૃત અવસ્થામાં હોય ત્યારે દેહનું ધારણ કરે છે અને વિકૃત થાય, વધે કે ઘટે ત્યારે રોગ પેદા કરે છે. તેથી તેની પ્રાકૃત અવસ્થા અને વિકૃત અવસ્થા વિશે દરેક વ્યક્તિએ જાણી લેવું જરૂરી છે. તેમાં ચોમાસામાં વાયુ પ્રકોપ, ઉનાળામાં પિત્ત પ્રકોપ થવાની સંભાવના હોવાથી શિયાળામાં સૌએ કફ વિશે જાણી લેવું જોઈએ.

જઠરાગ્નિ મંદ હોય છતાં મિષ્ટાન્ન, કેળાં, ઘી, ગૉળ જેવાં પચવામાં ભારે ખોરાક ખાવામાં આવે; મીઠાઈ, મીઠાં ફળો, ખાંડ, ગૉળ, ખાંડ, દૂધ, ઘી, માખણ, આઇસક્રીમ, પીપરમેન્ટ, ચૉકલેટ જેવાં મધુર આહાર વધુ લેવામાં આવે; દહીં, ટમેટાં, શીખંડ, ખાટાં ફળો, પીણાં વગેરે દ્વારા વધુ અને નિત્ય ખાટો રસ લેવામાં આવે; ઘી, માખણ, શીખંડ, કેળાં, મીઠાઈઓ જેવા સ્નિગ્ધ ખોરાક વધુ ખાવામાં આવે; દૂધ, ખાટી છાશ, કહી, શેરડીનો રસ, પીણાં વગેરે પ્રવાહી આહાર વધુ લેવામાં આવે; રોજ અને વધુ પ્રમાણમાં દહીં ખાવામાં આવે; સવારે ઉઠવાનું અને બપોરે સૂઈ જવાની આદત હોય; ખૂબ ઠંડી કે કેવળ આરામ કરવાથી અને વસંત ઋતુમાં કફનો સંચય થઈને લાગવાનાં કારણો કફથી થતા ૨૦ જાતના બપોરે સૂવાની કુટેવનો પણ ત્યાગ કરવો જોઈએ અને તેનાથી વિપરીત ગુણવાળા આહારવિહારનું સેવન કરવું જોઈએ. તીખો, તૂરો, કડવો આહાર લેવો. લૂખો, લઘુ અને ક્ષારવાળો આહાર લેવો. આહાર ઓછો લેવો, નકોરડા ઉપવાસ, એકટાણાં, કરવા, પાણી ઉકાળેલું અને તે પણ થોડું થોડું પીવું. મરચું, મરી, આદુ, લસણ, લીંડી, પીપર, અજમો, સુવા, ચણા, તુવેર, વાલ, વટાણા, ચોળા, મગ, જાંબુ, હળદર, હિંગ, લવિંગ, કારેલા, સરગવો, મેથી, સુવાની ભાજી, બાજરી, ખાખરા, મમરા, ધાણી, પાપડ (અડદ) સિવાયના કોદરાં, રીંગણા, લાલોળ, પાપડી, કંકોડા, કળવી, મગની દાળ, મગ, કોબી, ફલાવર, ગો, વાર, સુરીયા, ડોળા, તલનું તેલ, ગેશન, તળજા, તુરાં નાગરવેલના પાન, પાલખ, મધ, મોગરા, મૂળા, રાઈ, સિંધવ, સુઠ વગેરેનું સેવન કરવું.

કફના દર્દીએ ઊંઘ ઓછી હોવી, તડકે બેસવું કે અગ્નિ પાસે તાપવું વ્યાયામ કરવો, ગરમ પાણીથ સ્નાન કરવું, લઘુભોજન કરવું.રોગો શરૂ થાય છે કે થયેલા હોય તો તેમાં વધારો થાય છે.

કફની શરદી, કફની ઉધરસ, કફ પ્રધાનવાળો શ્વાસ, કફ જ્વર, કૃમિ, કફનો સોજો, મધુપ્રમેહ, ખંજવાળ આવવી. વધુ ઊંઘ આવવી, મોંમાં ગળપણ એન ચીકાશ રહ્યા કરવું, કાનમાં પરુ આવવું, મોમાં ચૂંક, લાળ કે કફનો વધારો થવો, ગળામાં ચીકાશ અને ઘરઘરાટ થવો, બુદ્ધિની મંદતા ઘટી જવી, સ્ફૂર્તિનો અભાવ હોવો, આળસ આવવી, ખાવાની ઇચ્છા ન થવી, જઠરાગ્નિ મંદ થવો, જાળનું પ્રમાણ વધી જવું, શરીર ઠંડું, ભીનું ભીનું અને ભારે લાગવું લગેરે રોગો કફજન્ય રોગો માનવામાં આવે છે. વારંવાર સ્વપ્નદોષ થવો કે પેશાબ સાથે ચીકાશ જવી તેને કફ રોગ માનવામાં આવે છે.કફના રોગો થવાનાં કારણો તે બંધ કરવા માટે, પ્રથમ ગળ્યા, ખાટા, ચીકણા, ઠંડા વગેરે ખોરાક ન ખાવાં. બધી જ મીઠાઈઓ, બધાં જ ફળો (જાંબુ, આમળાં, દાડમ) સિવાય, બધાં જ મધુર વસ્તુઓ ખાટાં દૂધમાં થતી બધી જ વાનગીઓનો ત્યાગ કરવો જોઈએ.

હરડે ત્રિફળા જેવાં દ્રવ્યોથી રોજ પેટ સાફ રાખવું. કફના દર્દી માટે આરામ અને ભોગવિલાસ રોગ વધારનાર છે. પંખાનો પવન, ઍરડીશન, કુલર, ઠંડા પાણીથી સ્નાન, સ્વીમીંગ વગેરે હાનિકારક છે. આવા દર્દીએ પાણી થોડું પીવું. થોડું હુંફાળું પીવાથી વધુ ફાયદો થશે. ફાવે તો તેમાં સૂંઢ કે આઇનો ટુકડો ઉકાળતી વખતે નાંખવો.

કફનાં બધાં દર્દીમાં સામાન્ય ઔષધો અને ઘરગથ્થુ ઔષધો આ પ્રમાણે છે.

સૂંઠ: તેનું ચુર્ણ ૧ – ૧ ચમચી સવારે-સાંજે–રાત્રે ગરમ પાણી સાથે લેવું કે શુદ્ધ મધ સાથે લેવું. (કબજિયાતમાં ન લેવું. )
 મરી: ઉપર મુજબ ૧-૧ ચમચી ચૂર્ણ લેવું.
પીપર : લીંડીપીપરનું ચૂર્ણ મધ સાથે ૧-૧ ગ્રામ લેવું.
અજમો : ચૂર્ણ ૧-૧ ચમચી ગરમ પાણી સાથે લેવું. અજમા મુખવાસ રૂપે ચાવ્યા કરવો. 
ત્રિકુટ ચૂર્ણ : સૂંઠ, મરી, પીપરનું સમાન ભાગે મેળવેલું ચૂર્ણ નાની ચમચીમાં સવારે-સાંજે–રાત્રે શુદ્ધ મધ કે ગરમ પાણીમાં લેવું. 
તુલસી: તુલસીનો રસ ત્રણ વખત મોટી ચમચી દ્વારા પીવો, તેનાં મૂળ તેમજ પાન ચાવી શકાય. 
અરડૂસી : તેનાં પાનનો તાજો રસ ચોખ્ખું મધ મેળવેલ કે પાણી સાથે દિવસમાં ત્રણ વખત અધ કપથી પીવાનું રાખવું.
લક્ષ્મીવિલાસ : ત્રિભુવન રસ, કફ, કુહાર રસ, કફતુ રસ, પંચકોલ ગુણી, ધારા કાર રસ, વાર, વલેહ, વાસારિષ્ટ, બાલ ચતુભાઈ ચૂર્ણ વગેરે. રોગીએ ભોગ ભોગવવા નહીં. બ્રહ્મચર્યનું પાલન કરવું. ખાટી પદાર્થોનો સદંતર ત્યાગ કરવો. ચીકણા-ગળ્યા પદાર્થો ખાવા નહી.

વાત દોષ


વાત દોષમાં દર્દીને ઊંઘ ઓછી આવે છે. રાતનો સમય કેવી રીતે પસાર કરવો તેની તાતી ત્રુટિ વર્તાય છે. અનિદ્રાનો રોગ સતાવતો હોય. ગરમ અને ખાટા પદાર્થો ખાવાની પ્રબળ ઇચ્છા થાય. મળ કાળાશ પડતો અને સાફ ઉતરતો નથી, બળ કરવું પડે છે. શરીર સૂકાઈ જવું. ચામડીમાં વાઢીઆ થાય છે, જે પીડાકારક હોય છે. કેટલીક વખત ચામડી કાળી પડી જાય છે. અશક્તિ અને આળસ એનો મહત્ત્વ ભાગ ભજવે છે. બગાસાં અને હેડકી વારંવાર આવે છે. કાનમાં બહેરાશ આવે છે. વાત દોષના કારણે શરીરમાં કળતર થાય છે. કંપારી આવવી, શૂળ થાય છે, ખાલી ચઢે છે.

શરીરનો ભાગ ક્રીયાહીન કે શક્તિહીન થઈ વાંકો વળી જવો, તથા શરીર અકડાઈ જવું, ગૅસ થવો, પેટમાં આફરો–સંધિવા વગેરે વાત દોષના લક્ષણો કહેવાય. મીઠો, ખારો અને ખાટો રસ વાત દોષનો નાશ કરે છે. વાત પ્રકૃતિવાળા જાતકે ઠંડા પાણી, ઠંડા પદાર્થો, તળેલા પદાર્થોનો સદંતર નાશ કરવો જોઈએ, ગરમ પદાર્થનું સેવન કરવું જોઈએ.
ત્રણે દોષને શરીરમાં એકી સાથે ભેગા થાય તો તે ભયંકર પરિણામ લાવે છે. વિકૃત દોષોને સમજપૂર્વક દૂર કરી તંદુરસ્તીની પારાશીશીમાંથી પસાર થાય એવા પ્રયાસો કરવા.

પિત્ત દોષ


આવા જાતકને શરીરમાં બળતરા, ઉન્માદ, તરસ વધુ લાગવી, પરસેવો, ફેફરું, મૂર્છા, વધારે પેશાબ છૂટવો તેમજ ગંધ મારવો, ઠંડી હવા, ઠંડા પદાર્થો ખાવા નહીં. આ દોષમાં આંખ, ચામડી, નખ પીળા થઈ જાય છે. કેટલીક વખત પેશાબ પીળો કે લાલ થાય છે. પાતળા ઝાડા થાય, ગળામાં અને છાતીમાં બળતરા થાય, ઍસીડીટી, પાંડુરોગ, કમળો અને વિવિધ પ્રકારના જીર્ણજ્વર વગેરેનું આગમન થાય. આ દોષને દૂર કરવા, તૂરા, કડવા, મીઠા રસનો ઉપયોગ કરવો. ખાટું-તળેલું ખાવું નહીં.

Post a Comment

Previous Post Next Post